Temporary Placements

જોઈએ છે

 નીચે મુજબ ના સ્ટાફ ની તાત્કાલિક ધોરણે ભરતી કરવાની છે.

1) લૂંટાણી યા :-
મજબૂત, દોડી શકે તેવા, છાપરે અને ધાબે થઇ આસાની થી કૂદી શકે તેવા, ચપળ લૂંટણિયાં।
ઉમેદવાર નું કામ સખ્ત મેહનત નું છે. દોડવા માં / ભાગવા માં ચપલતા જરૂરી। લૂંટ ના માલ નો હિસાબ રાખી શકે તથા તેને સારા ભાવ થી વેચી શકવા ની આવડત જરૂરી।
વખત આયે પતંગ ને “પાંગરા ” / “કિન્યા ” બાંધી આપવી પડશે।
જરૂર પડે અરજન્ટ પતંગ ચઢાવી ને સારો પતંગ લપટાવી આપતા આવડે તે વધારાની લાયકાત।
લૂંટણિયાંઓ એ તા. 12 / 13 ના રોજ પતંગ ખરીદવા સાથે આવવું  પડશે ( તા.કે. ખરીદવા ના ઓછા છે પણ ઘાવલી મારી દુકાનદાર નું ધ્યાન ચૂકવી ને પતંગ મારી લેવા પડશે।

2) ફીરકી પકડી શકે તેવી આકર્ષક મોડેલો (છોકરીઓ અને મહિલા શબ્દપ્રયોગ જાણી જોઈને નથી કર્યો)
લાયકાત : સારું વસ્ત્ર પરિધાન, વધારા ની આવડત માં ચાંપલાશ। ફેશનેબલ વગેરે વગેરે!
યોગ્ય સમયે સારી સેલ્ફી લઈને તાત્કાલિક પતંગ ચકાવનાર ના ફેકબુક માં મૂકી શકનાર।
પતંગ ચઢતો ના હોય ત્યારે સહેલ ખાવા ની માગણી કરવી નહિ.
સારું કામ હશે તો બીજા વાર તહેવારે કામ આપવા માં આવશે।
3) બૂમબારાડીયા / ઘોંઘાટિયાઓ:
પતંગ કપાય કે ના કપાય પણ આખો દિવસ બુમાબુમ  કરી શકે તેવા, મજબૂત અવાજ વાળા અને અતિ ચપળ ઉત્સાહી છોકરા / છોકરીયો। ઢોલ, થાળી, પીપુડાં વગેરે સતત વગાડી શકવાની લાયકાત ધરાવનાર (અથવ ના લાયક) પણ ચાલશે। વધારા માં ઉમેદવારે ધાબે સ્પીકર અને વાજિંત્રો જેવા કે સીડી  પ્લેયર કે રેડિયો ગોઠવીને સતત વગાડ્યા કરવાની ક્ષમતા। ખોખરા અને ગુસ્સો ચઢે તેવા અવાજ વાળને પેહલો ચાન્સ

4) જ્હોલબાજ / લંગશિયા :-

કોઈના પણ ચાલુ પતંગ ને બગાડી શકે અને ગમે ત્યાં લંગશ નાખી શકે તેવા।
રાજકીય પક્ષ ના કાર્યકરો આવકારદાયક। તેમની પસંદગી પેહલા કરવા માં આવશે.
આ ઉપરાંત ઉમેદવારે અવારનવાર ધાબે / છાપરે થી નીચે જઈને ચા પાણી, નાસ્તા, પાન મસાલા તમાકુ  લાવી આપવાનું કામ કરવાનું રહેશે।
લંગશિયા ઓ નવરા હોય ત્યારે ફાટેલા પતંગ ને સંધિ આપશે અને બીજાના ધાબે થઇ ફીરકી પતંગ મારી લાવવી પડશે।
5) દાદાઓ:
જરૂર પડે બાજુના ધાબા કે છાપરાવાળા સાથે ઝગડો કરી શકે તેવા, મજબૂત બાઉન્સર કક્ષા ના ઉમેદવારો। જો આજુ બાજુ વાળા શાંત હોય તો પણ રોફ મારી ને ઝગડી શકે તેવા ભાઈયો / બેહેનો પણ ચાલશે। દાદાઓ એ નોકરી રાખનાર ના કાયા પ્રમાણે ઉઠ બેસ કરવી પડશે તથા જેને ત્યાં નોકરી રહ્યા હોય તેની સાથે મગજમારી કરવી નહિ – નહિ તો નોકરી રાખનાર ઉપરના 5 નહિ પણ 50 કામ માં વર્ષો થી પાવરધા છે.
IMPORTANT : દાદાઓ એ ગાળો બોલવા ની  નથી. (ગાળો બોલનાર ને તાત્કાલિક નોકરી માંથી હાંકી ખાળવામાં આવશે)
પગાર : કઈ જ નહિ
આ 3 દિવસ  સારી રીતે કામ કરી શકનાર ને ભવિષ્ય માં પરદેશ મોકલવા માં આવશે (પાસપોર્ટ અને વિઝા ભરોસાવાળા અને વિશ્વાસુ એજન્ટ  (નોંધ: ચીટર એજન્ટ નહીં) પાસે થી અમારા ખર્ચે ગેરન્ટી થી કરી આપવા માં આવશે)
સંપર્ક : તમારા અથવા બીજાના મોબાઈલ થી અત્યારે જ મિસ્ડ કોલ કરો.
નંબર : તમારી બાજુવાળાને
ઉપર ની સમગ્ર જગ્યાઓ ગુજરાત ના લત્તે લત્તે ભરવાની છે.
જગ્યા ની કોઈ કંઈ નથી
ખાસ નોંધ : તુક્કલ અને ફટાકડા બંધ રાખેલ છે.
સબ કા સાથ (બધાને ચોક્કસ  કામ મળશે) – વિકાસ ખાલી હમારા !
જય જય દેવી ઉત્તરાયણ
લખ્યા તારીખ: 11/01/2017 સંપૂર્ણ હોશ હવાસ માં અને કોઈ પણ જાતના ધાક ધમકી કે દબાણ વગર આજ રોજ.
રવાના : ફક્ત ગુજરાતી સમાચાર પાત્રો।
ઉપર ની જાહેરાત WHATSAPP થી બીજાને તાત્કાલિક મોકલો।
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s